Skip to main content

Posts

Showing posts with the label ગ્લાસ

ઘરવાળા નો ઘરવાળી સાથે ઝઘડો થયો

ઘરવાળા નો ઘરવાળી સાથે ઝઘડો થયો ઘરવાળી પિયર ચાલી ગઈ અને કહેતી ગઈ કે હવે હું કદી પાછી નહિ આવું. બે દિવસ પછી ઘરવાળા એ ઘરવાળીને ફોન કર્યો અને કહ્યું : પ્રિયે મારાથી ભૂલ થઇ ગઈ, મને માફ કરી દે અને ઘરે પાછી આવી જા ઘરવાળી બોલી: નહિ આવું ઘરે તમે તારું મન તોડી નાખ્યું ઘરવાળો કહે: અરે, મન ને મનાવી નાખ અને ઘરે આવી જા ઘરવાળી બોલી: તમારી બાજુમાં કોઈ ગ્લાસ છે કે? ઘરવાળો: હા છે ને, પણ ! કેમ? ઘરવાળી: એને જમીન પર જોરથી પછાડો ઘરવાળાએ એ ગ્લાસ જોરથી પછાડ્યો ઘરવાળી બોલી: શું તમે એ તૂટેલા ગ્લાસના ટુકડાને ફરી જોડી શકો છો? ઘરવાળા એ કેટલો સરસ જવાબ આપ્યો મિત્રો, સમજવા જેવો છે આપણા બંનેનો સબંધ કાંચના ગ્લાસ જેવો સાવ તૂટી જાય તેવો નથી ગાંડી ગ્લાસ તુટ્યો જ નથી સ્ટીલનો હતો ને, ઘરવાળી કહે: તમે પણ ખરા છો, જાવાદો બધી વાતો, સાંજે મને લેવા આવજો મિત્રો વાત તો રમુજી ટચુકાની છે પણ કેટલો મોટો મર્મ આ હાસ્યમાં છુપાયેલો છે.