સોક્રેટીસના શિષ્યએ મોટી દુકાન (મોલ) ની શરૂઆત કરી. આ દુકાનની મુલાકાતે સોક્રેટીસને લાવ્યા અને કહ્યું સાહેબ અહી એકવીસ હજાર વસ્તુઓ એક જગ્યાએ જ મળે છે. આપને જે જરૂરી હોય તે બેજીજક લઈ લેજો. સોક્રેટીસ હસ્યા અને બોલ્યા મને આમાં થી એક પણ વસ્તુ જીવવા માટે જરૂરી નથી લાગતી અને મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે માણસો બીન જરૂરી એકવીસ હજાર વસ્તુ વાપરે છે. વાર્તા પુરી થઈ... હવે અહીંથી આપણી વારતા શરૂ થાય છે. આપણે આવી અનેક બીનજરૂરી વસ્તુ વગર ઘડી પણ ચલાવી નથી શકતા. ઓડોનીલ જેવા એરફ્રેશનર વગર કેટલા જણાંનો શ્રવાસ રૂંધાઈ ગયો છે ? હાર્પીક વગર કોની લાદીમાં ધોકડ ઉગી ગઈ છે ? ફેશવોશ વગર કઈ બાઇ ને મુછુ ઉગી નીકળી છે ? હોમ થીએટર લાવી કયો મરદ કલાકાર બની ગયો છે ? કંડીશનરથી કોના વાળ પંચોતેર વરસે મુલાયમ અને કાળા રહી ગયા ? ડાઈનીંગ ટેબલ વગર જમવા બેસનાર ને શું ઘુટણનો વા થયો છે ? હેન્ડવોશ વગર આપણા કયા ડોસાને કરમીયા થયાં હતા ? ડિઓડન્ટ છાંટીને નીકળ્યા પછી આપણને કેટલા દોડી દોડી સુંઘવા આવે છે ? કુદરતની તમામ વ્યવસ્થાઓ સામે આપણે ચેલેન્જ કરીએ છીએ.. બાકી.... બગલો કયા શેમ્પુથી નહાય છે ? મોરલો પોતાનો રંગ...
latest message of whatsapp, Facebook and all social medias that give fun and share to other for fun.