Skip to main content

Posts

Showing posts with the label વડીલ

એક વડીલની સાથે હું બેઠો હતો,

એક વડીલની સાથે હું બેઠો હતો, અચાનક મોબાઈલમાં જોતા જોતા હસી પડ્યા... રોજની અવર-જવર સાથે હોવાને કારણે મિત્ર જેવા બની ગયા હતા. મે તેમની સામે  જોઈ હસવાનું  કારણ પૂછયું. વડીલ થોડાં ગંભીર મુદ્રા સાથે મોબાઈલ બંધ કરીને બોલ્યા, દિલની વાત કરું છું... આ મારો છોકરો, જયારે એની મમ્મી એને LPG નો સિલિન્ડર ખસેડવા માટે કહેતી, ત્યારે કહેતો, આટલું વજન મારા એકલાથી ના ખસેડાય, તું મદદ કરાવ.. મારો બેટો હનીમૂન કરવા ગયો છે, તેની પત્નીને ઊંચકીને ફોટા પડાવે છે. પાછો લખે છે: "તેરે બીના ભી ક્યાં જીના"  સાહેબ મને કહો કે- LPG ના સિલિન્ડર નું વજન વધારે કે તેની પત્નીનું,..? આ યુવાન વર્ગ લાગણી ને સમજે  છે શુ ?  પાછો લખે છે - "તેરે બીના ભી કયા જીના?". લગ્નના 10 વર્ષ પછી લખતો હોય તો દુઃખ ના થાય. બે મિનિટ ચૂપ થઈ, ઊંડા શ્વાસ લઈ બોલ્યા કે, તેની કારકિર્દી બનાવવા રાત દિવસ એક કર્યા. કરકસર તો એવી કરી કે અમે પતિ-પત્ની એ અમારા સપના જમીનમાં દાટી દીધા. *આટલા વખતમા એક વખત પણ તેણે તેની માંને આવા શબ્દો કીધા હોત, કે "તેરે બીના ભી ક્યાં જીના". સાહેબ સોગંદપૂર્વક કહું છું....