Skip to main content

Posts

Showing posts with the label quotes

એક ફુગ્ગા પર ખૂબ જ સુંદર લખ્યુ હતું.

🌺એક ફુગ્ગા પર ખૂબ જ સુંદર લખ્યુ હતું....  👉જે બહાર છે તે નઈ પણ   👉જે અંદર છે તે ઉપર લઈ જાય છે  બોધ :માણસ દેખાવ થી નહી  પણ પોતાના સ્વભાવ અને સંસ્કાર થી આગળ આવે છે.. સમજાય તેને વંદન👏 ના સમજાય તેને અભિનંદન 👍

મોહ નથી, માયા નથી

🌱🌱💐🌱🌱 મોહ નથી, માયા નથી, અમર તમારી કાયા નથી.. સુખેથી જીવી લો આ જિંદગી મિત્રો, કારણ...દુઃખની અહીં કોઈ છાયા નથી.... " ઉડવાની હિમંત હોય તો પાંખ ફૂટે, બાકી બેસી રહો તો કિસ્મત પણ ફૂટે.  નથી મળતું કોઈને કશું મહેનત કર્યા વગર, મળ્યો મને મારો પડછાયો પણ તડકે ગયાં પછી..

જીવન છે સુખ દુઃખની મેચ

"જીવન છે સુખ દુઃખની મેચ, કોઈનો ફટકો તો કોઈનો કેચ." રમનારા બે હોય છે ને પાડી દેનારા અગિયાર હોય છે. તેમાંય સૌથી નજીક ગણાતો વિકેટ કીપર તો મોકાની રાહ  જોઈને જ ઉભો હોય છે...

છતાંય આપણને "મીઠું" પાણી મળી જ રહે છે ને

✍.કદાચ કોઈ તમારી  "ઉપેક્ષા" કરી કડવા વેણ  કહે તો પણ મન માં ન લેતા.  કારણ જગત માં "પોણા" ભાગ નું પાણી "ખારૂ" જ છે.  છતાંય આપણને "મીઠું" પાણી મળી જ રહે છે ને!!!✍

એક DOST રાખજો જિંદગીમાં

# 〽 જ્યારે ઘેરાયેલા હશો તમે              દુઃખો થી, # તો સગા પણ ફરિયાદ લઈને              આવશે , # એક DOST રાખજો જિંદગીમાં            જે ખરા સમય સુખોની       આખી જાન લઈ                 આવશે 〽,,,,!!? Good morning

ચારેબાજુ નકારાત્મકતા જોવા મળે તો પણ દ્રઢ નિશ્ચય રાખીએ તો અવશ્ય સફળતા મળે જ છે.

એક જંગલ હતું. તેમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચુ જન્મવાની તૈયારીમાં જ હતું. દૂર દેખાઈ રહેલું નદી પાસેનું એક ઘાસનું મેદાન તેને સુરક્ષિત જણાતા, તેણે ત્યાં જઈ બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો. તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ. તે જ ક્ષણે અચાનક... તે વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયાં અને વિજળીનો ગડગડાટ શરૂ થઈ ગયો. વિજળી પડતા ત્યાં દાવાનળ ફેલાઈ ગયો. હરણીએ ગભરાયેલી નજરે ડાબી બાજુ જોયું તો ત્યાં તેને એક શિકારી પોતાના તરફ તીરનું નિશાન તાકતો દેખાયો. તે જમણી તરફ ફરી ઝડપથી એ દિશામાં આગળ વધવા ગઈ ત્યાં તેને એક ભૂખ્યો વિકરાળ સિંહ પોતાની દિશામાં આવતો દેખાયો. આ સ્થિતીમાં ગર્ભવતી હરણી શું કરી શકે કારણ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ચૂકી છે. તમને શું લાગે છે ? તેનું શું થશે ? શું હરણી બચી જશે ? શું તે પોતાના બચ્ચાને જન્મ આપી શકશે ? શું તેનું બચ્ચુ બચી શકશે ? કે પછી... દાવાનળમાં બધું સળગીને ભસ્મીભૂત થઈ જશે ? શું હરણી ડાબી તરફ ગઈ હશે ? ના, ત્યાં તો શિકારી તેના તરફ બાણનું નિશાન તાકી ઉભો હતો. શું હરણી જમણી તરફ ગઈ હશે ? ના, ત્યાં...

એક વડીલની સાથે હું બેઠો હતો,

એક વડીલની સાથે હું બેઠો હતો, અચાનક મોબાઈલમાં જોતા જોતા હસી પડ્યા... રોજની અવર-જવર સાથે હોવાને કારણે મિત્ર જેવા બની ગયા હતા. મે તેમની સામે  જોઈ હસવાનું  કારણ પૂછયું. વડીલ થોડાં ગંભીર મુદ્રા સાથે મોબાઈલ બંધ કરીને બોલ્યા, દિલની વાત કરું છું... આ મારો છોકરો, જયારે એની મમ્મી એને LPG નો સિલિન્ડર ખસેડવા માટે કહેતી, ત્યારે કહેતો, આટલું વજન મારા એકલાથી ના ખસેડાય, તું મદદ કરાવ.. મારો બેટો હનીમૂન કરવા ગયો છે, તેની પત્નીને ઊંચકીને ફોટા પડાવે છે. પાછો લખે છે: "તેરે બીના ભી ક્યાં જીના"  સાહેબ મને કહો કે- LPG ના સિલિન્ડર નું વજન વધારે કે તેની પત્નીનું,..? આ યુવાન વર્ગ લાગણી ને સમજે  છે શુ ?  પાછો લખે છે - "તેરે બીના ભી કયા જીના?". લગ્નના 10 વર્ષ પછી લખતો હોય તો દુઃખ ના થાય. બે મિનિટ ચૂપ થઈ, ઊંડા શ્વાસ લઈ બોલ્યા કે, તેની કારકિર્દી બનાવવા રાત દિવસ એક કર્યા. કરકસર તો એવી કરી કે અમે પતિ-પત્ની એ અમારા સપના જમીનમાં દાટી દીધા. *આટલા વખતમા એક વખત પણ તેણે તેની માંને આવા શબ્દો કીધા હોત, કે "તેરે બીના ભી ક્યાં જીના". સાહેબ સોગંદપૂર્વક કહું છું....

પપ્પા જેવું એપ્રિલ ફૂલ બીજું કોઈ નથી બનાવી શકતું.

પપ્પા જેવું એપ્રિલ ફૂલ બીજું કોઈ નથી બનાવી શકતું... કેવી રીતે ? 1. મારે અત્યારે નવાં કપડાંની શી જરૂર છે, એવું ખોટું કહીને સંતાનો માટે નવાં કપડાં ખરીદતા રહીને… Luv u 💓પપ્પા 2. પોતાને કેટલું દુઃખ થશે એ છુપાવી રાખીને સાસરે જતી દીકરીને સુખી થવાના આશીર્વાદ આપતી વખતે… Luv u 💓પપ્પા 3. પોતાને બસ કે ટ્રેનમાં મિત્રો સાથે ઓફિસે જવાની બહુ મજા પડે છે, એવું કહીને દીકરાને કોલેજ જવા માટે હપ્તેથી બાઇક અપાવતી વખતે… Luv u 💓પપ્પા 4. પોતાને ફિલ્મો કે નાટકો જોવાનો શોખ જ નથી એવું કહીને સંતાનોને પોકેટમની આપતા રહીને… Luv u 💓પપ્પા 5. પોતાની બગડેલી તબિયત વિશે મૌન રહીને ફેમિલી માટે ઓવર ટાઈમ કરતા રહીને… Luv u 💓પપ્પા 6. હોટલમાં જઈએ ત્યારે મને તો કોઈ પણ વાનગી ભાવશે એમ કહીને સંતાનના હાથમાં મેન્યુ આપીને વાનગી પસંદ કરવાનું કહીને… Luv u 💓પપ્પા 7. પોતાને થાક લાગ્યો હોય કે ઊંઘ આવતી હોય એ છુપાવીને સાસરેથી આવેલી દીકરી સાથે મોડે સુધી વાતો કરીને કે પત્તાં રમતા રહીને… Luv u 💓પપ્પા 8. દીકરો-વહુ અલગ રહેવા જવાની વાત કરે ત્યારે પોતાની પીડા અને વ્યથા દબાવી રાખીને એમને સંમતિ આપતી વખતે… Luv u...