Skip to main content

એક વડીલની સાથે હું બેઠો હતો,

એક વડીલની સાથે હું બેઠો હતો,
અચાનક મોબાઈલમાં જોતા જોતા હસી પડ્યા...

રોજની અવર-જવર સાથે હોવાને કારણે મિત્ર જેવા બની ગયા હતા.

મે તેમની સામે  જોઈ
હસવાનું  કારણ પૂછયું.

વડીલ થોડાં ગંભીર મુદ્રા સાથે મોબાઈલ બંધ કરીને બોલ્યા,

દિલની વાત કરું છું...
આ મારો છોકરો, જયારે એની મમ્મી એને LPG નો સિલિન્ડર ખસેડવા માટે કહેતી,
ત્યારે કહેતો,
આટલું વજન મારા એકલાથી ના ખસેડાય, તું મદદ કરાવ..

મારો બેટો હનીમૂન કરવા ગયો છે, તેની પત્નીને ઊંચકીને ફોટા પડાવે છે.

પાછો લખે છે:
"તેરે બીના ભી ક્યાં જીના" 

સાહેબ મને કહો કે-
LPG ના સિલિન્ડર નું વજન વધારે કે તેની પત્નીનું,..?
આ યુવાન વર્ગ લાગણી ને સમજે  છે શુ ? 

પાછો લખે છે - "તેરે બીના ભી કયા જીના?".

લગ્નના 10 વર્ષ પછી લખતો હોય તો દુઃખ ના થાય.

બે મિનિટ ચૂપ થઈ,
ઊંડા શ્વાસ લઈ બોલ્યા કે,
તેની કારકિર્દી બનાવવા રાત દિવસ એક કર્યા.

કરકસર તો એવી કરી કે અમે પતિ-પત્ની એ અમારા સપના જમીનમાં દાટી દીધા.

*આટલા વખતમા એક વખત પણ તેણે તેની માંને આવા શબ્દો કીધા હોત, કે
"તેરે બીના ભી ક્યાં જીના".

સાહેબ સોગંદપૂર્વક કહું છું.(વડીલ ભાવ વિભોર થઈ મારો હાથ પકડી લીધો) આખી જીંદગીનો અમારો થાક ઉતરી જાત.

આ તો,
તમારી સાથે દિલ મળી ગયું છે એટલે વાત કરાય.
સાહેબ,
મોટા છોકરા ને ભણાવીને વિદેશ મોકલ્યો,
લગ્ન કરી તેના પરિવાર સાથે ખુશ છે.

પણ સાહેબ,
એક વાત નો જવાબ આપો.
ભણાવી ગણાવી કમાતો કર્યો.
તેના પગાર અને મોભાનો જશ તેમની પત્ની અને તેના સાસરિયા લે છે.
તેની પ્રગતીનો જશ્ન  તેઓ મનાવે છે.

તે નાદાન ને ક્યાં ખબર છે કે,
તારા પગાર અને લાયકાત જોઈને તારી પત્ની અને સાસરિયાએ હા પાડી છે.

પથ્થરમાંથી  શિલ્પ માબાપ બનાવે છે.
અને
એ પથ્થર દિલના સંતાન માબાપની આંખની ભાષા પણ ના વાંચી શકે ત્યારે  દુઃખ થાય.

વડીલ ની આંખમાં
પોતાના સંતાન પ્રત્યે ની ફરિયાદ અને દુઃખ હતુ.
પુરુષ હોવાથી રડવાનું જ બાકી હતું.

મને સ્વસ્થ થઈ પુછયુ,
તમારે સંતાન કેટલા.

મેં કીધું, એક.

મને કહે, સાહેબ,
સંતાનો નો વાંક નથી.
તે તો આ સમાજ વ્યવસ્થામાં બરાબર ગોઠવાઈ ગયા છે.

વાંક આપણો જ છે કે વધારે પડતા લાગણીશીલ અને અપેક્ષા રાખી સંતાનને મોટા કરીએ છીએ.

સાહેબ,
મારા અનુભવ ઉપરથી એક સલાહ આપું છું,
                👇
"ફક્ત લેણ-દેણના સંબંધ સમજીને જ સંતાનને મોટા કરજો.
તો જ જિંદગી આનંદથી જશે."
🙏🙏
👆 તમારા ઘરમાં બાળકો હોય તો આ સ્ટોરી અવશ્ય વાંચજો અને વંચાવજો. 🙏🌹🌸🍀

Comments

Popular posts from this blog

મે હર વાતમાં મારા પિયર વાળા ને કેમ વચમા લાવો છો..??

પત્ની :- તમે હર વાતમાં મારા પિયર વાળા ને કેમ વચમા લાવો છો..?? જે કહેવું હોય તે મને કહો... પતિ :- અરે ગાંડી આપણો મોબાઈલ ખરાબ નીકળે તો આપણે મોબાઈલ ને થોડી બોલવાના ગુસ્સો તો કંપની વાળા નેજ પડે ને...😂😝😂

અમદાવાદ ના એક બીલ્ડરે પોતાની પત્ની અને બે દિકરી ને પોતાની પીસ્તોલ થી ગોળી મારી હત્યા કરી...

23 મે 2018 ના સવારે ઉઠ્યો...  સમાચાર પત્ર  વાંચ્યું...  અમદાવાદ ના એક બીલ્ડરે પોતાની પત્ની અને બે દિકરી ને પોતાની પીસ્તોલ થી ગોળી મારી હત્યા કરી...  ખરેખર બહુ દુઃખ થયું. એવુ કરવાનું કારણ શું હોઈ શકે?  માણસ આ હદ સુધી ક્યારે અને કેવી રીતે જઈ શકે??  મિત્રો પાસે થી 3/4 કરોડ ઉછીના લીધેલા અને 8/10 કરોડ બેંક લોન લીધેલી હતી  પેલા ભાઈની દુનિયાની દેખાદેખીમા આખા ઘર ને પૈસાદાર હોય એવી લાઈફ સ્ટાઈલ ની આદત નાખેલી. પત્ની પરીવાર સાથે કંકાસ હતું કેમકે ગામ ની અટલી ઉધારી છતાં પત્ની ને દિકરી ને ભણાવવા ઓસ્ટ્રેલિયા મોકલવું હતું.... પછી પેલા ભાઈ ની સહન શક્તિ ખુટી અને પત્ની અને બન્ને દિકરી ઓની હત્યા કરી...  શું આ પરીવારનું અંત આવું જ થવું જોઈતું હતું??? આ લાલ સીગ્નલ છે આપણા બધા માટે સમજો  પોતાના સમય અને પોતાની કમાઈ વિશે સજાગ થાઓ ઓલા ફ્રેંડ તો વિદેશ ફરવા જાય છે...  પાડોશી એ 4 બેડરૂમ વાળો ફ્લેટ લીધો.  આવી દેખાદેખી ન કરો.  પોતાના પરિવાર ની ઈન્કમ અનુસાર પોતાના ખર્ચ નક્કી કરો.  પૈસ...

ગૂગલ નું પેજ ત્રાસુ થઈ જશે

https://www.google.co.in ટાઈપ કરો askew અને સર્ચ કરો ગૂગલ નું પેજ ત્રાસુ થઈ જશે