Skip to main content

સોક્રેટીસના શિષ્યએ મોટી દુકાન (મોલ) ની શરૂઆત કરી.

સોક્રેટીસના શિષ્યએ મોટી દુકાન (મોલ) ની શરૂઆત કરી.

આ દુકાનની મુલાકાતે સોક્રેટીસને લાવ્યા અને કહ્યું સાહેબ અહી એકવીસ હજાર વસ્તુઓ એક જગ્યાએ જ મળે છે. આપને જે જરૂરી હોય તે બેજીજક લઈ લેજો.

સોક્રેટીસ હસ્યા અને બોલ્યા મને આમાં થી એક પણ વસ્તુ જીવવા માટે જરૂરી નથી લાગતી અને મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે માણસો બીન જરૂરી એકવીસ હજાર વસ્તુ વાપરે છે.

વાર્તા પુરી થઈ... હવે અહીંથી આપણી વારતા શરૂ થાય છે.

આપણે આવી અનેક બીનજરૂરી વસ્તુ વગર ઘડી પણ ચલાવી નથી શકતા.

ઓડોનીલ જેવા એરફ્રેશનર વગર કેટલા જણાંનો શ્રવાસ રૂંધાઈ ગયો છે ?

હાર્પીક વગર કોની લાદીમાં ધોકડ ઉગી ગઈ છે ?

ફેશવોશ વગર કઈ બાઇ ને મુછુ ઉગી નીકળી છે ?

હોમ થીએટર લાવી કયો મરદ કલાકાર બની ગયો છે ?

કંડીશનરથી કોના વાળ પંચોતેર વરસે મુલાયમ અને કાળા રહી ગયા ?

ડાઈનીંગ ટેબલ વગર જમવા બેસનાર ને શું ઘુટણનો વા થયો છે ?

હેન્ડવોશ વગર આપણા કયા ડોસાને કરમીયા થયાં હતા ?

ડિઓડન્ટ છાંટીને નીકળ્યા પછી આપણને કેટલા દોડી દોડી સુંઘવા આવે છે ?

કુદરતની તમામ વ્યવસ્થાઓ સામે આપણે ચેલેન્જ કરીએ છીએ..

બાકી....

બગલો કયા શેમ્પુથી નહાય છે ?

મોરલો પોતાનો રંગ અકબંધ રાખવા કયુ વોશ કંડીશનર વાપરે છે ?

મીંદડીને કેદી મોતીયા આવી ગયા ?

સસલાના વાળ કોઈ દી બરડ અને બટકણાં જોયા છે ?

કઈ બકરીનાં દાંતમાં કેવીટી થઈ છે ?

ઈનહેલર કે બામ વગર પણ કુતરાનું નાક ગંધ સુગંધ પારખે જ છે.

અલાર્મ વગર કુકડો ઉઠે જ છે.

મધમાખીને હજી ઈન્સ્યુલીનનુ ઈંજેકશન લીધા વગર સુગર કંટ્રોલમાં જ છે.

સીસીટીવી કેમેરા વગર કઈ ટીટોડીના ઈંડા ચોરાઈ ગયા છે ?

આજકાલના માણસને દુખી કરવો બહુ સહેલો છે. માણસ પૈસા ખર્ચી ને દુખી થવાની ચીજો ખરીદી લાવે છે.

નેટ બંધ કરો તો દુખી, લાઈટ જાય તો દુખી, ગાડીના એક પૈડામાંથી હવા કાઢી નાખો તો દુખી, મોબાઈલનું ચાર્જર બગડે દુખી, ટીવીનો કેબલ કપાઈ તો દુખી, મચ્છર મારવાની અગરબતી ન મળે તો દુખી, બહેનોને યોગ્ય મેકઅપ ના મળે તો દૂખી, કપડાંની જોડીનું મેચીંગ ના મળે તો દુખી.

આ વર્તમાનમાં માણસને દસ મીનીટમાં વીસ પ્રકારે દુખી કરી શકાય.

જયારે ડુંગળીના દડા સાથે બે રોટલા દબાવી પીલુડીને છાંયે પાણાનું ઓશીકું કરી સુઈ જાય એને દુખી કરવો હોય તો ખુદ ચૌદભૂવનના માલીકને આવવું પડે.

જેમ સગવડતા વધે એમ દુખી થવાની તકોમાં ઉમેરો થતો રહે છે..

Comments

Popular posts from this blog

મે હર વાતમાં મારા પિયર વાળા ને કેમ વચમા લાવો છો..??

પત્ની :- તમે હર વાતમાં મારા પિયર વાળા ને કેમ વચમા લાવો છો..?? જે કહેવું હોય તે મને કહો... પતિ :- અરે ગાંડી આપણો મોબાઈલ ખરાબ નીકળે તો આપણે મોબાઈલ ને થોડી બોલવાના ગુસ્સો તો કંપની વાળા નેજ પડે ને...😂😝😂

અમદાવાદ ના એક બીલ્ડરે પોતાની પત્ની અને બે દિકરી ને પોતાની પીસ્તોલ થી ગોળી મારી હત્યા કરી...

23 મે 2018 ના સવારે ઉઠ્યો...  સમાચાર પત્ર  વાંચ્યું...  અમદાવાદ ના એક બીલ્ડરે પોતાની પત્ની અને બે દિકરી ને પોતાની પીસ્તોલ થી ગોળી મારી હત્યા કરી...  ખરેખર બહુ દુઃખ થયું. એવુ કરવાનું કારણ શું હોઈ શકે?  માણસ આ હદ સુધી ક્યારે અને કેવી રીતે જઈ શકે??  મિત્રો પાસે થી 3/4 કરોડ ઉછીના લીધેલા અને 8/10 કરોડ બેંક લોન લીધેલી હતી  પેલા ભાઈની દુનિયાની દેખાદેખીમા આખા ઘર ને પૈસાદાર હોય એવી લાઈફ સ્ટાઈલ ની આદત નાખેલી. પત્ની પરીવાર સાથે કંકાસ હતું કેમકે ગામ ની અટલી ઉધારી છતાં પત્ની ને દિકરી ને ભણાવવા ઓસ્ટ્રેલિયા મોકલવું હતું.... પછી પેલા ભાઈ ની સહન શક્તિ ખુટી અને પત્ની અને બન્ને દિકરી ઓની હત્યા કરી...  શું આ પરીવારનું અંત આવું જ થવું જોઈતું હતું??? આ લાલ સીગ્નલ છે આપણા બધા માટે સમજો  પોતાના સમય અને પોતાની કમાઈ વિશે સજાગ થાઓ ઓલા ફ્રેંડ તો વિદેશ ફરવા જાય છે...  પાડોશી એ 4 બેડરૂમ વાળો ફ્લેટ લીધો.  આવી દેખાદેખી ન કરો.  પોતાના પરિવાર ની ઈન્કમ અનુસાર પોતાના ખર્ચ નક્કી કરો.  પૈસ...

ગૂગલ નું પેજ ત્રાસુ થઈ જશે

https://www.google.co.in ટાઈપ કરો askew અને સર્ચ કરો ગૂગલ નું પેજ ત્રાસુ થઈ જશે