Skip to main content

જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો

જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો

😊 "જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો." 😊

*અરે મુકો માથાકૂટ,
*ભૂલી જાવ એમને જેણે તમારું દિલ દુભાવ્યું,
*મુકો એવાઓને તડકે જે સતત તમારી ઈર્ષ્યા જ કરે છે,
*કોઈની બળતરા કરવાની જરૂર નથી,
*કોઈની માફી માંગી લો અને કોઈને માફ કરી દો.
*ક્યાં જવું છે અભિમાન રાખીને? *સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર જ છોડી દો.
*તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઉપરવાળાને કરવા દો.
*તમે બસ ફુલઓન મજા કરો,
*બીજાં શું કહેશે એ વિચારવાનું છોડીને ટેસડો કરો.
*મજાથી શોખ પૂરાં કરો,
*ઉમર સામું ના જોવો,
*નાઈટઆઉટ કરો,
*વરસાદમાં હડી કાઢી નાવ,
*ઘરમાં કોઈ ના હોય તો લાઉડ મ્યુઝિક રાખી ખુલીને નાચો,
*ભાવતી જમવાની અલગ અલગ ડીશ ટ્રાય કરો,
*દૂરદૂર રખડવા જતાં રહો,
*જોવાયુ એટલું જોય લો,
*ફરી લો,
*બસ દિલ ફાડીને જીવાય એટલું જીવો.

કોઈને નડીએ નહીં એટલે ઘણું,
બાકી હંમેશ અન્યના સર્ટિફિકેટ્સ પર જીવવું જરૂરી નથી.
*થોડું ખુદની મરજી મુજબ પણ જીવો અને માણો.
*માંડ ઉપરવાળાએ મનુષ્યદેહ આપ્યો છે,
આ જન્મના કર્મ જોઈ કદાચ કોન્ટ્રેક્ટ રીન્યુ ના પણ કરે
 માટે જલસાથી જીવો.
મરો ત્યારે ચિચિયારીઓ સાથે કોઈ બોલવું જોઈએ કે

"Well played boss."

Comments

Popular posts from this blog

અમદાવાદ ના એક બીલ્ડરે પોતાની પત્ની અને બે દિકરી ને પોતાની પીસ્તોલ થી ગોળી મારી હત્યા કરી...

23 મે 2018 ના સવારે ઉઠ્યો...  સમાચાર પત્ર  વાંચ્યું...  અમદાવાદ ના એક બીલ્ડરે પોતાની પત્ની અને બે દિકરી ને પોતાની પીસ્તોલ થી ગોળી મારી હત્યા કરી...  ખરેખર બહુ દુઃખ થયું. એવુ કરવાનું કારણ શું હોઈ શકે?  માણસ આ હદ સુધી ક્યારે અને કેવી રીતે જઈ શકે??  મિત્રો પાસે થી 3/4 કરોડ ઉછીના લીધેલા અને 8/10 કરોડ બેંક લોન લીધેલી હતી  પેલા ભાઈની દુનિયાની દેખાદેખીમા આખા ઘર ને પૈસાદાર હોય એવી લાઈફ સ્ટાઈલ ની આદત નાખેલી. પત્ની પરીવાર સાથે કંકાસ હતું કેમકે ગામ ની અટલી ઉધારી છતાં પત્ની ને દિકરી ને ભણાવવા ઓસ્ટ્રેલિયા મોકલવું હતું.... પછી પેલા ભાઈ ની સહન શક્તિ ખુટી અને પત્ની અને બન્ને દિકરી ઓની હત્યા કરી...  શું આ પરીવારનું અંત આવું જ થવું જોઈતું હતું??? આ લાલ સીગ્નલ છે આપણા બધા માટે સમજો  પોતાના સમય અને પોતાની કમાઈ વિશે સજાગ થાઓ ઓલા ફ્રેંડ તો વિદેશ ફરવા જાય છે...  પાડોશી એ 4 બેડરૂમ વાળો ફ્લેટ લીધો.  આવી દેખાદેખી ન કરો.  પોતાના પરિવાર ની ઈન્કમ અનુસાર પોતાના ખર્ચ નક્કી કરો.  પૈસ...

ક્યુ હશે મારુ ઘર

🎪ક્યુ હશે મારુ ઘર🎪 જન્મતાની સાથે જ, હાસ્યના કિલકાટથી ભર્યું મે ઘર.                ને એ થયુ પિયરનુ ઘર. કંકુવર્ણે પગલે ચાલી, હાથ ને જાત ઘસી દીપાવ્યુ મે ઘર.                 ને એ થયુ સસરાનુ ઘર. ઉમંગ અને અરમાનોથી બાળકોની કાલીઘેલી બોલીથી ભરી દીધુ ઘર. ત્યા તો પતિ કહે, “ વાહ, શુ સુંદર છે મારુ ઘર.”                   ને એ થયુ પતિનુ ઘર. હશે! કદાચ હવે થશે મારુ ઘર, એમ માની મોટા કર્યા સંતાન. પુત્ર કહે,” મમ્મી, તુ આવીશ મારે ઘરે?”                    ને એ થયુ પુત્રનુ ઘર. ચારે અવસ્થામા મે વસાવ્યા ચાર ઘર.ને છતા.......            🎪 ક્યુ હશે મારુ ઘર🎪 Dedicated to all girls...👌🏻

બદનામીની પરાકાષ્ટા

🎈 બદનામીની પરાકાષ્ટા 🎈       એક ગરીબ માણસ કાયમ ભગવાનને પૈસા માટે કરગરતો. તે રોજ એક ચીઠી  "ભગવાન 50000 રૂ. દઇ દે "લખી ફુગ્ગામાં નાખી ફૂગ્ગો  હવામાં ઉડાડી દેતો . આ ફુગ્ગો રોજ એક પોલીસ સ્ટેશનમાં પડતો .એક પોલીસમેન આ ફુગ્ગો પકડી ચીઠ્ઠી વાંચતો અને બધ્ધા પોલીસ હસતા. એક વખત બધ્ધા પોલીસને દયા આવી ગઇ . બધાએ મળી 25000 રૂ. ભેગા કરી પેલા ગરીબ માણસને આપી આવ્યા કે ભગવાને મોકલાવ્યા છે.       બીજા દિવસે ફરી ફુગ્ગો ઉડ્યો, પોલીસને આશ્ચયઁ થયુ ,પોલીસે ફુગ્ગો પકડયો, અંદર ચીઠ્ઠી હતી તે વાંચી " હે ભગવાન તારો ખુબ ખુબ આભાર પૈસા મળી ગયા,પણ હવે પૈસા પોલીસ સાથે ના મોકલતા . પોલીસ 25000 ખાઇ ગયા." 😜😜😜 પોલીસ બેહોશ. 😝😆😂😝😂😆😝😂😆