Skip to main content

ક્યુ હશે મારુ ઘર

🎪ક્યુ હશે મારુ ઘર🎪

જન્મતાની સાથે જ,
હાસ્યના કિલકાટથી ભર્યું મે ઘર.
               ને એ થયુ પિયરનુ ઘર.

કંકુવર્ણે પગલે ચાલી,
હાથ ને જાત ઘસી દીપાવ્યુ મે ઘર.
                ને એ થયુ સસરાનુ ઘર.

ઉમંગ અને અરમાનોથી
બાળકોની કાલીઘેલી બોલીથી ભરી દીધુ ઘર.
ત્યા તો પતિ કહે, “ વાહ, શુ સુંદર છે મારુ ઘર.”
                  ને એ થયુ પતિનુ ઘર.

હશે! કદાચ હવે થશે મારુ ઘર,
એમ માની મોટા કર્યા સંતાન.
પુત્ર કહે,” મમ્મી, તુ આવીશ મારે ઘરે?”
                   ને એ થયુ પુત્રનુ ઘર.

ચારે અવસ્થામા મે વસાવ્યા ચાર ઘર.ને છતા.......

           🎪 ક્યુ હશે મારુ ઘર🎪

Dedicated to all girls...👌🏻

Comments

Popular posts from this blog

જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો

😊 "જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો." 😊 *અરે મુકો માથાકૂટ, *ભૂલી જાવ એમને જેણે તમારું દિલ દુભાવ્યું, *મુકો એવાઓને તડકે જે સતત તમારી ઈર્ષ્યા જ કરે છે, *કોઈની બળતરા કરવાની જરૂર નથી, *કોઈની માફી માંગી લો અને કોઈને માફ કરી દો. *ક્યાં જવું છે અભિમાન રાખીને? *સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર જ છોડી દો. *તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઉપરવાળાને કરવા દો. *તમે બસ ફુલઓન મજા કરો, *બીજાં શું કહેશે એ વિચારવાનું છોડીને ટેસડો કરો. *મજાથી શોખ પૂરાં કરો, *ઉમર સામું ના જોવો, *નાઈટઆઉટ કરો, *વરસાદમાં હડી કાઢી નાવ, *ઘરમાં કોઈ ના હોય તો લાઉડ મ્યુઝિક રાખી ખુલીને નાચો, *ભાવતી જમવાની અલગ અલગ ડીશ ટ્રાય કરો, *દૂરદૂર રખડવા જતાં રહો, *જોવાયુ એટલું જોય લો, *ફરી લો, *બસ દિલ ફાડીને જીવાય એટલું જીવો. કોઈને નડીએ નહીં એટલે ઘણું, બાકી હંમેશ અન્યના સર્ટિફિકેટ્સ પર જીવવું જરૂરી નથી. *થોડું ખુદની મરજી મુજબ પણ જીવો અને માણો. *માંડ ઉપરવાળાએ મનુષ્યદેહ આપ્યો છે, આ જન્મના કર્મ જોઈ કદાચ કોન્ટ્રેક્ટ રીન્યુ ના પણ કરે  માટે જલસાથી જીવો. મરો ત્યારે ચિચિયારીઓ...

ગૂગલ નું પેજ ત્રાસુ થઈ જશે

https://www.google.co.in ટાઈપ કરો askew અને સર્ચ કરો ગૂગલ નું પેજ ત્રાસુ થઈ જશે

બીજાનું જાય એ પાછું નથી આવતું

ભારતમાં બિસ્કીટ બનાવનાર બે કંપનીઓ ફેમસ છે... ૧) બ્રીટાનીયા (મારી/મેરી ગોલ્ડ) ૨) પારલે-જી બન્નેમાં એક લોચો છે, કદાચ તમારા ધ્યાનમાં નહિ આવ્યો હોય... એકનું બિસ્કીટ ચાના કપમાં જાતું નથી ને બીજાનું જાય એ પાછું નથી આવતું.