🎈 બદનામીની પરાકાષ્ટા 🎈
એક ગરીબ માણસ કાયમ ભગવાનને પૈસા માટે કરગરતો. તે રોજ એક ચીઠી "ભગવાન 50000 રૂ. દઇ દે "લખી ફુગ્ગામાં નાખી ફૂગ્ગો હવામાં ઉડાડી દેતો . આ ફુગ્ગો રોજ એક પોલીસ સ્ટેશનમાં પડતો .એક પોલીસમેન આ ફુગ્ગો પકડી ચીઠ્ઠી વાંચતો અને બધ્ધા પોલીસ હસતા. એક વખત બધ્ધા પોલીસને દયા આવી ગઇ . બધાએ મળી 25000 રૂ. ભેગા કરી પેલા ગરીબ માણસને આપી આવ્યા કે ભગવાને મોકલાવ્યા છે.
બીજા દિવસે ફરી ફુગ્ગો ઉડ્યો, પોલીસને આશ્ચયઁ થયુ ,પોલીસે ફુગ્ગો પકડયો, અંદર ચીઠ્ઠી હતી તે વાંચી " હે ભગવાન તારો ખુબ ખુબ આભાર પૈસા મળી ગયા,પણ હવે પૈસા પોલીસ સાથે ના મોકલતા . પોલીસ 25000 ખાઇ ગયા." 😜😜😜
પોલીસ બેહોશ.
😝😆😂😝😂😆😝😂😆
Comments
Post a Comment