Skip to main content

ચારેબાજુ નકારાત્મકતા જોવા મળે તો પણ દ્રઢ નિશ્ચય રાખીએ તો અવશ્ય સફળતા મળે જ છે.

એક જંગલ હતું. તેમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચુ જન્મવાની તૈયારીમાં જ હતું. દૂર દેખાઈ રહેલું નદી પાસેનું એક ઘાસનું મેદાન તેને સુરક્ષિત જણાતા, તેણે ત્યાં જઈ બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો. તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ.

તે જ ક્ષણે અચાનક...

તે વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયાં અને વિજળીનો ગડગડાટ શરૂ થઈ ગયો.

વિજળી પડતા ત્યાં દાવાનળ ફેલાઈ ગયો.

હરણીએ ગભરાયેલી નજરે ડાબી બાજુ જોયું તો ત્યાં તેને એક શિકારી પોતાના તરફ તીરનું નિશાન તાકતો દેખાયો. તે જમણી તરફ ફરી ઝડપથી એ દિશામાં આગળ વધવા ગઈ ત્યાં તેને એક ભૂખ્યો
વિકરાળ સિંહ પોતાની દિશામાં આવતો દેખાયો.

આ સ્થિતીમાં ગર્ભવતી હરણી શું કરી શકે કારણ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ચૂકી છે.

તમને શું લાગે છે ? તેનું શું થશે ? શું હરણી બચી જશે ?

શું તે પોતાના બચ્ચાને જન્મ આપી શકશે ?
શું તેનું બચ્ચુ બચી શકશે ?

કે પછી...

દાવાનળમાં બધું સળગીને ભસ્મીભૂત થઈ જશે ?

શું હરણી ડાબી તરફ ગઈ હશે ? ના, ત્યાં તો શિકારી તેના તરફ બાણનું નિશાન તાકી ઉભો હતો.

શું હરણી જમણી તરફ ગઈ હશે ? ના, ત્યાં સિંહ તેને ખાઈ જવા તૈયાર હતો.

શું હરણી આગળ જઈ શકે તેમ હતી ?ના,ત્યાં ધસમસ્તી નદી તેને તાણી જઈ શકે એમ હતી.

શું હરણી પાછળ જઈ શકે તેમ હતી ? ના, ત્યાં દાવાનળ તેને બાળીને ભસ્મ કરી દઈ શકે તેમ હતો.

જવાબ : આ ઘટના સ્ટોકેઇસ્ટીક પ્રોબેબીલીટી થિયરીનું એક ઉદાહરણ છે.

તે કંઈજ કરતી નથી. તે માત્ર પોતાના બચ્ચાને, એક નવા જીવને જન્મ આપવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.

એ ક્ષણ પછીની ફક્ત એક જ બીજી ક્ષણમાં આ પ્રમાણે ઘટનાક્રમ બનવા પામે છે.

એક ક્ષણમાં શિકારી પર વિજળી પડે છે અને તે અંધ બની જાય છે.
આકસ્મિક બનેલી આ ઘટનાને લીધે શિકારી નિશાન ચૂકી જાય છે અને તીર હરણીની બાજુમાંથી પસાર થઈ જાય છે.

તીર સિંહના શરીરમાં ઘૂસી જાય છે અને તે બૂરી રીતે ઘાયલ થઈ જાય છે. એ જ ક્ષણે મૂશળધાર વર્ષા વરસે છે અને દાવાનળને બૂઝાવી નાંખે છે.

એ જ ક્ષણે હરણી એક સુંદર, તંદુરસ્ત બચ્ચાને જન્મ આપે છે.

આપણા સૌના જીવનમાં એવી કેટલીક ક્ષણો આવે છે જ્યારે બધી દિશાઓમાંથી નકારાત્મક વિચારો અને સંજોગો આપણને
ઘેરી વળે છે.

એમાંના કેટલાક વિચારો તો એટલા શક્તિશાળી હોય છે કે તે આપણા પર હાવી થઈ જાય છે અને આપણને શૂન્યમનસ્ક બનાવી મૂકે છે.
પણ જીવનમાં એક જ ક્ષણમાં પરિસ્થીતી તદ્દન બદલાઈ જઈ શકે છે.

ચારેબાજુ નકારાત્મકતા જોવા મળે તો પણ દ્રઢ નિશ્ચય રાખીએ તો અવશ્ય સફળતા મળે જ છે.

Be Positive

ગમે તો આ સ્ટોરી તમારા ફ્રેન્ડ્સને શેર જરૂર કરજો, જેથી તેમના વિચારો પણ પોઝીટીવ અને ડગમગીયા વગર શક્તિશાળી બને...!!!

Comments

Popular posts from this blog

મે હર વાતમાં મારા પિયર વાળા ને કેમ વચમા લાવો છો..??

પત્ની :- તમે હર વાતમાં મારા પિયર વાળા ને કેમ વચમા લાવો છો..?? જે કહેવું હોય તે મને કહો... પતિ :- અરે ગાંડી આપણો મોબાઈલ ખરાબ નીકળે તો આપણે મોબાઈલ ને થોડી બોલવાના ગુસ્સો તો કંપની વાળા નેજ પડે ને...😂😝😂

જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો

😊 "જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો." 😊 *અરે મુકો માથાકૂટ, *ભૂલી જાવ એમને જેણે તમારું દિલ દુભાવ્યું, *મુકો એવાઓને તડકે જે સતત તમારી ઈર્ષ્યા જ કરે છે, *કોઈની બળતરા કરવાની જરૂર નથી, *કોઈની માફી માંગી લો અને કોઈને માફ કરી દો. *ક્યાં જવું છે અભિમાન રાખીને? *સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર જ છોડી દો. *તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઉપરવાળાને કરવા દો. *તમે બસ ફુલઓન મજા કરો, *બીજાં શું કહેશે એ વિચારવાનું છોડીને ટેસડો કરો. *મજાથી શોખ પૂરાં કરો, *ઉમર સામું ના જોવો, *નાઈટઆઉટ કરો, *વરસાદમાં હડી કાઢી નાવ, *ઘરમાં કોઈ ના હોય તો લાઉડ મ્યુઝિક રાખી ખુલીને નાચો, *ભાવતી જમવાની અલગ અલગ ડીશ ટ્રાય કરો, *દૂરદૂર રખડવા જતાં રહો, *જોવાયુ એટલું જોય લો, *ફરી લો, *બસ દિલ ફાડીને જીવાય એટલું જીવો. કોઈને નડીએ નહીં એટલે ઘણું, બાકી હંમેશ અન્યના સર્ટિફિકેટ્સ પર જીવવું જરૂરી નથી. *થોડું ખુદની મરજી મુજબ પણ જીવો અને માણો. *માંડ ઉપરવાળાએ મનુષ્યદેહ આપ્યો છે, આ જન્મના કર્મ જોઈ કદાચ કોન્ટ્રેક્ટ રીન્યુ ના પણ કરે  માટે જલસાથી જીવો. મરો ત્યારે ચિચિયારીઓ...

ગૂગલ નું પેજ ત્રાસુ થઈ જશે

https://www.google.co.in ટાઈપ કરો askew અને સર્ચ કરો ગૂગલ નું પેજ ત્રાસુ થઈ જશે