ભારતમાં બિસ્કીટ બનાવનાર બે કંપનીઓ ફેમસ છે...   ૧) બ્રીટાનીયા (મારી/મેરી ગોલ્ડ)   ૨) પારલે-જી   બન્નેમાં એક લોચો છે, કદાચ તમારા ધ્યાનમાં નહિ આવ્યો હોય...  એકનું બિસ્કીટ ચાના કપમાં જાતું નથી ને બીજાનું જાય એ પાછું નથી આવતું.   
 🎪ક્યુ હશે મારુ ઘર🎪   જન્મતાની સાથે જ,  હાસ્યના કિલકાટથી ભર્યું મે ઘર.                 ને એ થયુ પિયરનુ ઘર.   કંકુવર્ણે પગલે ચાલી,  હાથ ને જાત ઘસી દીપાવ્યુ મે ઘર.                  ને એ થયુ સસરાનુ ઘર.   ઉમંગ અને અરમાનોથી  બાળકોની કાલીઘેલી બોલીથી ભરી દીધુ ઘર.  ત્યા તો પતિ કહે, “ વાહ, શુ સુંદર છે મારુ ઘર.”                    ને એ થયુ પતિનુ ઘર.   હશે! કદાચ હવે થશે મારુ ઘર,  એમ માની મોટા કર્યા સંતાન.  પુત્ર કહે,” મમ્મી, તુ આવીશ મારે ઘરે?”                     ને એ થયુ પુત્રનુ ઘર.   ચારે અવસ્થામા મે વસાવ્યા ચાર ઘર.ને છતા.......              🎪 ક્યુ હશે મારુ ઘર🎪   Dedicated to all girls...👌🏻