🎪ક્યુ હશે મારુ ઘર🎪 જન્મતાની સાથે જ, હાસ્યના કિલકાટથી ભર્યું મે ઘર. ને એ થયુ પિયરનુ ઘર. કંકુવર્ણે પગલે ચાલી, હાથ ને જાત ઘસી દીપાવ્યુ મે ઘર. ને એ થયુ સસરાનુ ઘર. ઉમંગ અને અરમાનોથી બાળકોની કાલીઘેલી બોલીથી ભરી દીધુ ઘર. ત્યા તો પતિ કહે, “ વાહ, શુ સુંદર છે મારુ ઘર.” ને એ થયુ પતિનુ ઘર. હશે! કદાચ હવે થશે મારુ ઘર, એમ માની મોટા કર્યા સંતાન. પુત્ર કહે,” મમ્મી, તુ આવીશ મારે ઘરે?” ને એ થયુ પુત્રનુ ઘર. ચારે અવસ્થામા મે વસાવ્યા ચાર ઘર.ને છતા....... 🎪 ક્યુ હશે મારુ ઘર🎪 Dedicated to all girls...👌🏻
Comments
Post a Comment